મોરબીની લેક્ષશ સિરામિક કંપનીના લેબર ક્વાર્ટરમાં થોડા દિવસો પહેલા બનેલી વિચિત્ર અને રહસ્યમય ઘટનાનો ભેદ આખરે ઉકેલાયો છે, પરંતુ તેનો અંજામ અત્યંત કરૂણ આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક નરેન્દ્ર ધ્રુમેલ અને પુષ્પા લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. બંને માત્ર ત્રણ મહિના પહેલાં જ મધ્યપ્રદેશ (MP)થી મોરબી આવ્યા હતા.
માર માર્યો અને હત્યા કરી
ઝઘડાને કારણે નરેન્દ્ર ધ્રુમેલે ઉશ્કેરાઈને પુષ્પાને પટ્ટા અને લાકડી વડે માર મારીને તેની હત્યા કરી હતી. પોલીસે નરેન્દ્રની પૂછપરછ શરૂ કરી ત્યારે તેણે હત્યાની કબૂલાત પણ આપી હતી. જોકે, આ ઘટનામાં બીજો કરૂણ વળાંક ત્યારે આવ્યો, જ્યારે નરેન્દ્ર ધ્રુમેલનું પોલીસ કસ્ટડી દરમિયાન હાર્ટ એટેક આવવાને કારણે મોત થયું હતું. આ રીતે, ત્રણ મહિના પહેલાં શરૂ થયેલી પ્રેમીઓની પ્રેમ કહાણીનો અંત અત્યંત દુઃખદ આવ્યો છે, જેમાં બંને પ્રેમીઓનું મોત થયું છે.













