ગુજરાત રાજ્ય વન વિભાગમાં વહીવટી સ્તરે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે વન વિભાગના ટોચના અધિકારીઓની બદલીના આદેશ જારી કર્યા છે, જેમાં મુખ્ય વન સંરક્ષક (PCCF) અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ (HOFF) એ.પી. સિંઘની બદલી સૌથી મહત્વની ગણાય રહી છે.

એ.પી. સિંઘની નિગમમાં બદલી

લાંબા સમયથી વન વિભાગમાં મહત્વની જવાબદારી સંભાળતા એ.પી. સિંઘને PCCF પદેથી હટાવીને ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશનમાં મોકલવામાં આવ્યા છે. તેમને હવે સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકેની નવી જવાબદારી સોંપવામાં આવી છે. તેમની જગ્યાએ હવે જયપાલસિંઘને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ (HOFF)નો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

અન્ય અધિકારીઓની પણ સાઈડ પોસ્ટિંગ

માત્ર વન વિભાગના વડા જ નહીં, પરંતુ અન્ય સચિવાલય સ્તરના અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે.વન વિભાગના નાયબ સચિવ આસવ ગઢવીની બદલી ભાવનગર ખાતે કરવામાં આવી છે. તેમને ડેપ્યુટી કન્ટ્રોલર સિવિલ ડિફેન્સ તરીકે સાઈડ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. ઉપ સચિવ હિમાંશુ ગોહિલની પણ વન વિભાગમાંથી બદલી કરવામાં આવી છે. તેમને હવે સરકારી વકીલની કચેરીમાં ઉપ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Kadi: વિકાસના નામે 'લીકેજ'નો ખેલ, કરોડોના ખર્ચે બનેલી પાણીની ટાંકીમાં લોકાર્પણના ગણતરીના દિવસોમાં જ ભ્રષ્ટાચારના ગાબડાં