ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા (UCC) બિલ પર ઐતિહાસિક અને ગંભીર ચર્ચા ચાલી રહી હતી, ત્યારે અચાનક ગૃહનું વાતાવરણ હળવુંફૂલ બની ગયું હતું. બહુપત્નીત્વ અને લગ્નના કાયદાઓ પર ચર્ચા દરમિયાન સત્તાધારી પક્ષ અને વિપક્ષના નેતાઓ વચ્ચે થયેલી રમૂજભરી મજાકે સૌને હસતા કરી દીધા હતા.
હું તો હજુ કુંવારો છું
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિલ પર બોલતા જણાવ્યું હતું કે, "આ કાયદો મુસ્લિમ દીકરીઓના અધિકારોના રક્ષણ માટે પણ છે." તેમણે બહુપત્નીત્વના મુદ્દે ટકોર કરી ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નામ ઉછળ્યું હતું. જેના જવાબમાં ધારાસભ્ય ખેડાવાલાએ ઊભા થઈને રમૂજમાં સ્પષ્ટતા કરી હતી કે, "અહીં ચાર-પાંચ પત્નીઓની વાતો થઈ રહી છે, પણ સાહેબ મારે તો હજુ એક પણ નથી! હું તો હજુ કુંવારો છું."
