રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માટે આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત પૂર્ણ થતાની સાથે જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. બપોરે 3 વાગ્યાની સ્થિતિએ સામે આવેલા સત્તાવાર આંકડા મુજબ, રાજ્યની 10 મહાનગરપાલિકાઓમાં કુલ 51 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે. જ્યારે ગ્રામીણ ક્ષેત્રે 23 જિલ્લા પંચાયતોમાં કુલ 80 ફોર્મ પરત ખેંચાયા છે.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ

આ આંકડા દર્શાવે છે કે અનેક બેઠકો પર મુખ્ય પક્ષોએ 'ડેમેજ કંટ્રોલ' કરવામાં સફળતા મેળવી છે. મહાનગરપાલિકાઓમાં 51 ફોર્મ પરત ખેંચાતા હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ સ્પષ્ટ થયો છે, જોકે કેટલીક બેઠકો પર ત્રિપાંખિયો જંગ હજુ પણ યથાવત છે.

 જિલ્લા પંચાયતોમાં 80 જેટલા ફોર્મ પરત ખેંચાયા

બીજી તરફ, જિલ્લા પંચાયતોમાં 80 જેટલા ફોર્મ પરત ખેંચાતા ગ્રામીણ સ્તરે પણ સમીકરણો બદલાયા છે. જે ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા છે હવે આખરી ચિત્ર સ્પષ્ટ થતા આગામી 26 એપ્રિલે થનાર મતદાન માટે પ્રચાર યુદ્ધ વધુ તેજ બનશે.


અમદાવાદ મનપામાં 11 ફોર્મ પરત ખેંચાયા


અંતિમ દિવસે જિ.પં.માં કુલ 80 ફોર્મ પરત ખેંચાયા છે જ્યારે અમદાવાદ મનપામાં 11, જામનગરમાં 2 ફોર્મ પરત ખેંચાયા છે અને મહેસાણામાં 6, મોરબીમાં 3, નડિયાદમાં 10 ફોર્મ પરત ખેંચાયા છે. કરમસદ આણંદમાં 6, પોરબંદરમાં 4 ફોર્મ પરત રાજકોટમાં 2, સુરતમાં 5, વાપીમાં 4 ફોર્મં પરત ખેંચાયા છે. જિલ્લા પંચાયતમાં કુલ 80 ફોર્મ પરત ખેંચાયા છે. તો અમદાવાદ જિ.પં.માં 3, અમરેલીમાં 2 ફોર્મ પરત ખેંચાયા છે સાથે આણંદ, બનાસકાંઠા, જુનાગઢમાં 3-3 ફોર્મ પરત ગાંધીનગરમાં 11, પોરબંદરમાં 6 ફોર્મ પરત ખેંચાયા છે.


આ પણ વાંચો---    Local Body Elections 2026 : ફિટનેસ ફ્રીક સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારે કાર્યકરોની નારાજગી મુદ્દે આપ્યું મોટું નિવેદન