ગુજરાત રાજ્ય પોલીસ વિભાગમાં વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસ બેડામાં મોટા પાયે વધારાના ચાર્જની સોંપણી કરવામાં આવી છે. આદેશ અનુસાર, રાજ્યના ૩૧ DySP (નાયબ પોલીસ અધીક્ષક) ને વધારાની જવાબદારીઓ સોંપવામાં આવી છે, જ્યારે ૪ PI (પોલીસ ઇન્સ્પેક્ટર) ને બઢતીના ભાગરૂપે DySP નો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

વહીવટી સરળતા માટે લેવાયો નિર્ણય


રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા અને ખાલી પડેલી જગ્યાઓ પર વહીવટી કામગીરી અટકે નહીં તે હેતુથી આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરથી કરાયેલા આદેશ મુજબ, જે અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો છે તેઓએ તાત્કાલિક અસરથી પોતાની નવી જવાબદારીઓ સંભાળવાની રહેશે.



PI ને મળી DySP ની મહત્વની જવાબદારી

આ યાદીમાં સૌથી મહત્વની બાબત એ છે કે અનુભવી ૪ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ને DySP નો ચાર્જ આપી તેમની કાર્યદક્ષતા પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. 



આ પણ વાંચો---    Rajkot : દુબઈમાં રોકાણના નામે કરોડોનું ફૂલેકું ફેરવનાર બે ઝડપાયા, ઊંચા વળતરની લાલચ આપી આચરી છેતરપિંડી