આજે ગાંધીનગરમાં કોબા ખાતે વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ યોજાશે. સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ 31 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.મહાવીર જન્મકલ્યાણકના પાવન દિવસે યોજાનારા આ સમારોહમાં રાષ્ટ્રસંત આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી, રાજ્યપાલ આચાર્ય દેવવત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મહાવીર જૈન આરાધના કેન્દ્ર-કોબા તીર્થના પ્રમુખ સુધીર મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.ત્યારે આ કાર્યક્રમને લઈને મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

વડાપ્રધાનના કાર્યક્રમને લઇ મેટ્રોના સમયમાં ફેરફાર

આજે વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઈને મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઇન્ફોસિટીથી મહાત્મા મંદિર વચ્ચે મેટ્રો ટ્રેન બંધ રહેશે. આ ઉપરાંત કોટેશ્વર રોડથી GNLU સુધી મેટ્રો સેવા બંધ રહેશે. આજે સવારે 9.30થી લઈને 12.15 વાગ્યા સુધી મેટ્રો સેવા બંધ રાખવામાં આવશે. જ્યારે 12.15 સુધી ઇન્ફોસિટી-મહાત્મા મંદિર મેટ્રો બંધ રહેશે.11.30થી 12.15 મહાત્મા મંદિર સેક્શન પર મેટ્રો બંધ રહેશે.