ગુજરાત સરકારના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ લાંબી બીમારી બાદ આજે વિધિવત રીતે પોતાની જવાબદારીઓ સંભાળી લીધી છે. નાદુરસ્ત તબિયતના કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી સારવાર હેઠળ હતા, જેના કારણે વહીવટી કામગીરીથી દૂર રહ્યા હતા.
મંત્રી પ્રફુલ પાનસેરિયા સ્વર્ણિમ સંકુલ-2 ખાતે પહોંચ્યા
આજે સવારે મંત્રી પ્રફુલ પાનસેરિયા ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-2 ખાતે પહોંચ્યા હતા. પોતાની ચેમ્બરમાં પહોંચીને તેમણે પૂજા-અર્ચના બાદ ફરીથી પદભાર સંભાળ્યો હતો. મંત્રીની વાપસીથી તેમના વિભાગના અધિકારીઓ અને કાર્યકરોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.










