કચ્છના મુન્દ્રા પોર્ટ વિસ્તારમાંથી હૈદરાબાદ મોકલવામાં આવેલું લાખોની કિંમતનું ઓઇલ રસ્તામાં જ સગેવગે કરી દેવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. આશરે 16 લાખ રૂપિયાનું ઓઇલ ગાયબ થતા વેપારી દ્વારા મુન્દ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઓઇલ રસ્તામાં જ સગેવગે કરી દેવાનું કૌભાંડ
પ્રાપ્ત વિગતો મુજબ, મુન્દ્રાથી હૈદરાબાદ ઓઇલની ડિલિવરી આપવા માટે એક ઓઇલ ટેન્કર રવાના કરવામાં આવ્યું હતું. જોકે, આ ટેન્કર હૈદરાબાદ પહોંચે તે પહેલાં જ રસ્તામાં જિન્સ (ઓઇલ) સગેવગે કરી દેવામાં આવ્યું હતું. જ્યારે ઓઇલ નિર્ધારિત સ્થળે ન પહોંચ્યું ત્યારે સમગ્ર છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો.










