ગુજરાતમાં સરકારી વિભાગોમાં થતી ગેરરીતિ અંગેનો એક રિપોર્ટ સામે આવ્યો છે. તકેદારી આયોગના રિપોર્ટમાં સરકારી વિભાગોમાં થતી ગેરરિતીની સૌથી વધુ ફરિયાદોના આંકડા સામે આવ્યા છે. જેમાં શહેરી વિકાસ વિભાગ ફરિયાદોમાં સૌથી મોખરે છે અને ત્યાર બાદ મહેસૂલ વિભાગોમાં ગેરરીતિની ફરિયાદો મામલે બીજો નંબર રિપોર્ટમાં સામે આવ્યો છે.


મહેસૂલ વિભાગ ગેરરીતિઓની ફરિયાદોમાં બીજા નંબરે

ગુજરાતના શહેરી વિભાગ સામે થયેલી ગેરરીતિ અંગે 3271 ફરિયાદો હોવાનું તકેદારી આયોગના રિપોર્ટમાં સામે આવ્યું છે. રાજ્યમાં શહેરી વિકાસ વિભાગમાં સૌથી વધુ ગેરરીતિ થતી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. જ્યારે મહેસૂલ વિભાગ ગેરરીતિઓની ફરિયાદોમાં બીજા નંબરે છે. તકેદારી આયોગના રિપોર્ટમાં મહેસૂલ વિભાગની ગેરરીતિ અંગેની 1018 ફરિયાદો સામે આવી છે.

તકેદારી આયોગના 2024ના રિપોર્ટમાં ખુલાસો

એક સમયે ગૃહ વિભાગનું નામ ગેરરીતિમાં વધારે ચર્ચામાં હતું પણ હવે તેમાં સહેજ સુધારો થયો હોવાનું પણ તકેદારી આયોગના રિપોર્ટમાં જોવા મળ્યું છે. રાજ્યનો ગૃહ વિભાગ ગેરરીતિની ફરિયાદોમાં ત્રીજા ક્રમે છે. ગૃહ વિભાગમાં ગેરરીતિની 862 ફરિયાદો છે. જ્યારે પંચાયત વિભાગ 800 ફરિયાદો સાથે ચોથા નંબરે છે. તકેદારી આયોગ દ્વારા 2024ના રિપોર્ટમાં સરકારી વિભાગોની ગેરરીતિઓની ફરિયાદો અંગે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ Anand News: વલ્લભવિદ્યાનગરમાં AXIS Bankના ATMમાં અચાનક સાયરન વાગી, સિક્યુરિટી ગાર્ડ કે પોલીસ ડોકાઈ નહીં


  • Follow us on: