ભારતીય લોકશાહીના પાયા સમાન મતદારોને જાગૃત કરવાના હેતુથી આજે ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી હરિત શુક્લા તેમજ વિવિધ જિલ્લાઓના ચૂંટણી અધિકારીઓ પણ આ મર્યાદિક અને મહત્વ પૂર્ણ બેઠકમાં જોડાયા હતા.


ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી

મળતી માહિતી પ્રમાણે આ કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલ અને મુખ્ય ચૂંટણી અધિકારીએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં આગામી ચૂંટણીઓની પૂર્વ તૈયારીઓ, મતદાર યાદીમાં સુધારા વધારા અને મતદાનની ટકાવારી વધારવા માટેના નવતર પ્રયોગો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યપાલે યુવા મતદારોને લોકશાગીના આ પર્વમાં સક્રિયપણે ભાગ લેવા આહવાન કર્યુ હતુ.

SIR કામગીરી અંગે મહત્ત્વનું નિવેદન

આ પ્રસંગે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી હરિત શુક્લાએ એક અત્યંત મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને આધુનિક બનાવવા માટે SIR ની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. તેમણે ઉમેર્યું કે, માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અનેક રાજ્યોમાં SIR અંતર્ગત ડેટા મેનેજમેન્ટ અને ટેકનોલોજીકલ અપગ્રેડેશનની કામગીરી કરવામાં આવી રહી છે.

ચૂંટણી અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું

આ ટેકનોલોજીના માધ્યમથી મતદારોને મળતી સેવાઓ વધુ ઝડપી બનશે અને ચૂંટણી પ્રક્રિયામાં માનવીય ભૂલોની શક્યતા નહિવત થઇ જશે. કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ કામગીરી કરનાર ચૂંટણી અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત સૌએ નિષ્પક્ષ અને નૈતિક મતદાનના શપથ લીધા હતા.

આ પણ વાંચોઃ Jamnagar News : હીરજી મિસ્ત્રી રોડ પર પાર્ક કરેલી બસ ભડભડ સળગી, કોઇ જાનહાનિ નહીં


  • Follow us on: