ગુજરાત સરકારની મંત્રી મંડળ બેઠક આજે મળેલી બેઠકમાં રાજ્યના ગ્રીટ (Gujarat Regional & Integrated Economic Team) ની રચના થયા બાદ તેમાં અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે.

ગ્રીટમાં અધિકારીઓની નિયુક્તિ

મંત્રી મંડળે રાજ્યના વિકાસ માટે વિવિધ વિસ્તારોની જવાબદારી નિર્ધારિત કરી છે તેમાં પી સ્વરૂપ ને મધ્ય ગુજરાત, રાજેન્દ્ર કુમાર ને સૌરાષ્ટ્ર , શાલિની અગ્રવાલ ને દક્ષિણ ગુજરાત તથા ધવલ પટેલ ને સૌરાષ્ટ્ર દરિયા કિનારા અને પ્રવિણા ડી.કે. ને ઉત્તર ગુજરાતની જવાબદારી સોંપાઇ છે. આ અધિકારીઓ જિલ્લાઓના વિકાસ, રોડ-રસ્તા અને સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પોતાના વિસ્તારો માટે માર્ગદર્શિકા તૈયાર કરશે.

આગામી આયોજન અને વિકાસની દિશા

ગ્રીટ દ્વારા ગુજરાતના 2030-2035 અને 2047 માટેની વિકાસ દિશા નક્કી કરવામાં આવશે. આર્થિક શહેરોના માસ્ટર પ્લાન માટે મંજૂરી અપાઈ છે. જિલ્લાઓના વિકાસ અને 6 વિકાસ ક્લસ્ટર માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકારની યોજના છે કે, આ અધિકારીઓ દરેક વિસ્તારના વિકાસ માટે રોડમેપ તૈયાર કરશે, જે વિસ્તારમાં જરૂરીયાતો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્થાનિક જરૂરીયાતોને ધ્યાનમાં રાખશે.


આ પણ વાંચો---   Gujarat Flashback 2025 : GST 2.0 બાદ વાહનોના વેચાણમાં ઉછાળો, નવેમ્બરમાં તો રેકોર્ડ તોડી નાખ્યો હતો