ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજાનારી પોલીસ ભરતીની પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભરતી બોર્ડે પરીક્ષા શરૂ થાય તે પહેલા જ કુલ 7 ઉમેદવારોને ગેરલાયક ઠેરવી તેમની અરજીઓ રદ કરી દીધી છે. આ ઉમેદવારો સામે કરવામાં આવેલી કાર્યવાહી પાછળનું કારણ તેમનો ભૂતકાળનો ગુનાહિત ઈતિહાસ છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ સાતેય ઉમેદવારો અગાઉની સરકારી ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ અથવા ચોરી કરતા રંગેહાથ ઝડપાયા હતા.


પોલીસ ભરતી બોર્ડની લાલ આંખ

ખાસ કરીને વર્ષ 2021-22 ની પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન જે ઉમેદવારો ગેરરીતિના મામલામાં પકડાયા હતા, તેઓએ ફરીથી નસીબ અજમાવવા માટે આ વખતે અરજી કરી હતી. જોકે, ભરતી બોર્ડના ડેટાબેઝમાં આ ઉમેદવારોના નામ બ્લેકલિસ્ટમાં હોવાથી તેમની ઓળખ થઈ ગઈ હતી. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે સરકારી ભરતીમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કરનારને હવે ભવિષ્યમાં કોઈ પણ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. આ કડક નિર્ણયને કારણે પ્રામાણિકપણે તૈયારી કરતા લાખો ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Ahmedabad News : મોટેરામાં આસારામ આશ્રમના દબાણો હટાવાશે, ગેરકાયદે એકમો પર ફરશે મનપાનું બુલડોઝર

  • Follow us on: