ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત વહીવટી સેવા (GAS) ના સીનિયર સ્કેલના અધિકારીઓને હવે 'પસંદગી સ્કેલ' (Selection Scale) માં બઢતી આપવામાં આવી છે. આ બઢતી સાથે અધિકારીઓના પગાર ધોરણ અને જવાબદારીઓમાં પણ ફેરફાર જોવા મળશે.


પગાર ધોરણમાં સુધારો

આ આદેશ અનુસાર, અધિકારીઓને નીચે મુજબના નવા પગાર મેટ્રિક્સમાં મૂકવામાં આવ્યા છે.જૂનું પગાર ધોરણ (સ્તર-12) ₹ 78,800 થી ₹ 2,09,200. નવું પગાર ધોરણ (સ્તર-13) ₹ 1,23,100 થી ₹ 2,15,900. સરકારના આ આદેશની ખાસ વાત એ છે કે, બઢતી મેળવનારા અધિકારીઓને હાલમાં તેઓ જે હોદ્દા પર કાર્યરત છે, તે જ હોદ્દા પર યથાવત રાખવામાં આવ્યા છે. એટલે કે, તેઓ જે-તે વિભાગ કે જિલ્લામાં પોતાની હાલની ફરજો બઢતી પામેલા નવા સ્કેલ સાથે ચાલુ રાખશે.


આ પણ વાંચો: Surat: કામરેજ કેળા મંડળીના રાજકારણમાં ભૂકંપ, પ્રમુખ જગદીશ પટેલે હોદ્દા પરથી આપ્યું રાજીનામું

  • Follow us on: