દક્ષિણ ગુજરાતની સહકારી પ્રવૃત્તિઓમાં અતિ મહત્વનું સ્થાન ધરાવતી કામરેજ કેળા મંડળીમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે સપાટી પર આવ્યો છે. મંડળીના પ્રમુખ જગદીશ પટેલે અચાનક પોતાના પદ પરથી રાજીનામું ધરી દેતા સહકારી અને રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
કામરેજ કેળા મંડળીના પ્રમુખનું રાજીનામું
પ્રમુખ જગદીશ પટેલે તેમના રાજીનામા પાછળ મંડળીના વહીવટમાં જોવા મળતી અરાજકતા અને સભ્યો વચ્ચેના મનમેળના અભાવને મુખ્ય કારણ ગણાવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર મંડળીના વહીવટમાં સભ્યો વચ્ચે એકરાગિતા (સંમતિ) રહી નથી. ટીમમાં સંકલનનો (Coordination) ભારે અભાવ જોવા મળી રહ્યો છે.કામ કરવાની પદ્ધતિમાં મનમેળ ન હોવાથી સંસ્થાના હિતમાં કામ કરવું મુશ્કેલ બન્યું હતું.










