ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રારંભિક દિવસે જ ઉપાધ્યક્ષ પદની ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી. ભાજપના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદી બહુમતીના આધારે ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા છે.

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા પૂર્ણેશ મોદી

આજે ગૃહમાં ઉપાધ્યક્ષ પદ માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પૂર્ણેશ મોદીના સમર્થનમાં સૌથી વધુ મત પડ્યા હતા અને ધ્વનિ મત (Voice Vote) દ્વારા તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે જ કામકાજ સલાહકાર સમિતિના 11મા અહેવાલની રજૂઆત કરવાનો પ્રસ્તાવ પણ ગૃહમાં સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યો હતો.

ધ્વનિ મતથી ઉપાધ્યક્ષ માટે મતદાન થયું

પૂર્ણેશ મોદી વિજેતા જાહેર થતા જ સંસદીય કાર્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમને સન્માનપૂર્વક તેમના નિયત સ્થાન (ઉપાધ્યક્ષના આસન) સુધી દોરી ગયા હતા. પૂર્ણેશ મોદીએ વિધાનસભામાં પરંપરા મુજબ વિપક્ષના નેતા ડો. તુષાર ચૌધરીની બાજુમાં પોતાનું આસન ગ્રહણ કર્યું હતું. આ તબક્કે શાસક પક્ષ અને વિપક્ષ બંનેના સભ્યોએ નવા વરાયેલા ઉપાધ્યક્ષને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચો: Rajkot: ડબલ સીઝન વચ્ચે રોગચાળો વકર્યો, મચ્છરના ઉપદ્રવ સામે તંત્રનું મેગા સર્ચ ઓપરેશન