ગુજરાત કેડરના સિનિયર આઈપીએસ (IPS) અધિકારીઓને રાજ્ય સરકારે બઢતી આપી છે. આ પ્રમોશનમાં બે સિનિયર અધિકારીઓને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) તરીકે બઢતી આપવામાં આવી છે, જ્યારે ચાર અધિકારીઓને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG)માંથી ઇન્સ્પેક્ટર જનરલ (IG) તરીકે પ્રમોશન મળ્યું છે.
DGP તરીકે બઢતી
હાલમાં કેન્દ્રીય ડેપ્યુટેશન પર સીબીઆઈ (CBI)માં કાર્યરત IPS અધિકારી મનોજ શશીધરને DGP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.સિનિયર IPS અધિકારી રાજુ ભાર્ગવને પણ DGP તરીકે બઢતી મળી છે.

DIGમાંથી IG તરીકે બઢતી
ચાર IPS અધિકારીઓને DIG માંથી IG (ઇન્સ્પેક્ટર જનરલ) તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે, જેમાં નીચેના નામોનો સમાવેશ થાય છે. પરીક્ષિતા રાઠોડ, દિવ્યા મિશ્રા, સૌરભ તોલંબિયા, દીપન ભદ્રન આ અધિકારીને પણ IG તરીકે બઢતી આપવામાં આવી છે. આ પ્રમોશનના રાઉન્ડમાં સમાન બેચના હોવા છતાં મકરંદ ચૌહાણને પ્રમોશન મળ્યું નથી. આ અંગે વહીવટી કારણો શું છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
આ પણ વાંચો : સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી રિક્ષાના ટાયર ચોરતા બે શખ્સો રંગેહાથ ઝડપાયા
