ગુજરાતમાં ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે. રાજકોટ સહિતના શહેરોમાં આજે હવામાન વિભાગે ગરમીનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ત્યારે રાજ્યમાં પ્રાથમિક શાળાનો સમય બદલવા માગ કરવામાં આવી છે. વધી રહેલી ગરમી વચ્ચે વિદ્યાર્થીઓના હિતમાં સરકાર અને શિક્ષણ વિભાગને રજૂઆત કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ મંત્રીને આ અંગે પત્ર પણ લખવામાં આવ્યો છે.

વધતી જતી ગરમીથી લૂ લાગવાની દહેશત

ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે. આજે હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહીને લઈને પ્રાથમિક શાળાના બાળકોના હિતમાં શિક્ષણમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વધી રહેલી ગરમી વચ્ચે પ્રાથમિક શાળામાં સમય બદલવા માગ કરવામાં આવી છે. ગરમીને કારણે વિદ્યાર્થીઓને લૂ લાગવાની દહેશત હોવાથી શાળાનો સમય બદલવા માગ કરાઈ છે.

15 માર્ચથી શાળાનો સમય સવારનો કરવા માગ

પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ મંત્રીને લખવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે, વધી રહેલી ગરમીને કારણે નાના બાળકોને લૂ લાગવાની દહેશત છે. જેથી આગામી 15 માર્ચથી શાળાનો સમય સવારનો કરવો જરૂરી છે. આરટીઈના નિયમો મુજબ શાળાના કલાકોનું કામકાજ પૂર્ણ છે. સવારની પાલીમાં જો બાળકો આવશે તો ગરમીના કારણે લૂ લાગવાથી અને બિમારીથી બચી શકે છે.


આ પણ વાંચોઃ Gir Somnath News: રાજ્ય રજિસ્ટ્રારે બેન્ક બોર્ડનો નિર્ણય ફગાવ્યો, ચિરાગ કારીયાને દૂર કરવાનો આદેશ રદ્દ