ગુજરાત પોલીસના કાર્યક્ષમ અને નિષ્ઠાવાન અધિકારીઓ માટે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના કુલ 16 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બે વરિષ્ઠ અધિકારીઓ, નિપુણા તોરવણે અને SP શૈલેષસિંહ રઘુવંશીને તેમની 'વિશિષ્ટ સેવા' માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવશે. આ સન્માન પોલીસ વિભાગમાં તેમના વર્ષોના સમર્પણ અને સાહસિક કામગીરીની સ્વીકૃતિ દર્શાવે છે.


શૌર્ય અને નિષ્ઠાનું સન્માન

આ ઉપરાંત, અન્ય 14 અધિકારીઓને તેમની 'પ્રશંસનીય સેવા' માટે પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે. આ યાદીમાં પ્રવિણસિંહ મલ, અશ્વિન ચૌહાણ, મયુર ચાવડા, ધર્મેન્દ્ર દેસાઇ અને સંજય પાટીલ જેવા અધિકારીઓનો સમાવેશ થાય છે. વસંત પરમાર, ઘનશ્યામસિંહ સરવૈયા, ક્રિપાલસિંહ રાણા અને વિષ્ણુ દેસાઇ સહિતના જવાનોને પણ મેડલ આપી બિરદાવવામાં આવશે. આ જાહેરાતથી પોલીસ બેડામાં પ્રોત્સાહનનું મોજું ફરી વળ્યું છે અને રાજ્યના સુરક્ષા તંત્રની ગરિમામાં વધારો થયો છે.

આ પણ વાંચો : Surat ના કામરેજમાં કંપારી છૂટી જાય તેવી ઘટના, શોપિંગ સેન્ટરના 5મા માળેથી મહિલાએ લગાવી મોતની છલાંગ



  • Follow us on: