ગાંધીનગર શહેરમાં ટાઇફોઇડના કેસોમાં થયેલા વધારાને પગલે લોકોમાં ભયનો માહોલ છે. કોંગ્રેસ દ્વારા ટાઇફોઇડના કારણે બે લોકોના મોત થયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેની સામે આજે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC) ના કમિશનર અને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે સત્તાવાર ખુલાસો કર્યો છે.
તંત્રનો દાવો ટાઇફોઇડથી કોઈ મૃત્યુ નહીં
મનપા કમિશનર અને સિવિલ સુપ્રિટેન્ડન્ટ મીતા પરીખે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ટાઇફોઇડ અથવા કોઈ એપેડેમિક (મહામારી) ના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. સિવિલમાં નોંધાયેલા બે મૃત્યુના કારણો અલગ-અલગ છે અને તેને વર્તમાન રોગચાળા સાથે જોડવું યોગ્ય નથી. શહેરમાં કુલ દર્દીઓ 152 નોંધાયા છે. જેમાં હાલ સિવિલમાં સારવાર હેઠળ 113 છે. રજા આપવામાં આવેલા દર્દીઓ 32 છે. પાણીના સેમ્પલની તપાસ 343 (તમામ સેફ) છે. લીકેજ સમારકામ 21 સ્થળોએ લીકેજ દૂર કરાયા છે. હેલ્થ સર્વેક્ષણ 75,000 લોકોનો સર્વે પૂર્ણ થયો છે.
