હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, ભારે પવન સાથે ઠંડા પવનો ફૂંકાશે અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી જઈ શકે, કચ્છ-સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડા પવનો ફૂંકાશે અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ઠંડી વધુ પડશે અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે અને જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વાદળછાયું વાતાવરણ રહેશે.


[[$googlead]]

વાદળછાયું વાતાવરણ થતા ઠંડી ઘટશે : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડી ઘટી શકે છે અને 10 જાન્યુઆરીથી પવન ફૂંકાતા ઠંડી વધશે અને ઉત્તરાયણના બે દિવસ દરમિયાન પવન ફૂંકાશે. જાન્યુઆરીના પ્રથમ બે સપ્તાહમાં ઠંડી પડશે અને ઉ.ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 12 ડીગ્રી સુધી જશે અને નલિયામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે, ઉત્તરના પર્વતિય પ્રદેશોમાં હિમવર્ષાથી ઠંડી વધશે.

ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા સૂચના : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સૂચના ખેડૂતોને છે કે, ઘઉં, શાકભાજીના પાકોમાં ફૂગ આવવાની શક્યતા છે અને જીરાના પાકોમાં અસર થઈ શકે છે, ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી છે અને ભેજના કારણે રોગ આવવાની શક્યતા છે.

[[$alsoread]]

28 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું કહેવું છે કે, 28 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે, નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટશે, 28 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે, આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શકયતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે.


આ પણ વાંચો : Valsad News : વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય, ગૌ હત્યા કરનારનો સામાજિક બહિષ્કાર કરાશે


 

  • Follow us on: