વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો નિર્ણય કરવામાં આવ્યો છે અને ગૌ હત્યા કરનારનો સામાજિક બહિષ્કાર કરાશે તેવી વાત મિટીંગમાં કરવામાં આવી છે, મુસ્લિમ આગેવાનનું કહેવું છે કે, સમાજમાં ગૌ હત્યા ન ચલાવી લેવાય અને સરી ગામમાં એક શખ્સ ગૌ હત્યામાં ઝડપાયો હતો અને એક ભાગી છૂટ્યો હતો. બેઠક યોજી સ્થાનિક પોલીસ અને ધારાસભ્યને જાણ કરી ગૌ હત્યા મામલે આરોપીઓને કડક સજાની માગ કરી છે.


[[$googlead]]

મુસ્લિમ આગેવાનોએ ગૌ હત્યામાં કડક સજાની માગ કરી

વલસાડ જિલ્લામાં ગૌ હત્યાને લઇ મામલો ગરમાયો છે અને વલસાડ જિલ્લાના ઉંમરગામ તાલુકાના સરીગામ ખાતે ગૌ હત્યાં કરતો એક કસાઈ ઝડપાયો હતો અને એક ભાગી છૂટ્યો હતો, ગૌ રક્ષા દળને ગૌ હત્યા થઇ રહી હોવાની બાતમી મળતા પોલીસ સાથે ગૌ રક્ષા દળ સ્થળ પર પહોંચ્યું હતું, જ્યાં નિર્દય રીતે ગૌ હત્યાં થઇ રહી હતી પોલીસ અને લોકો ને જોઈ એક કસાઈ ત્યાંથી ભાગી છૂટ્યો એક ઝડપાયો હતો અને ઘટના બાદ સરીગામ ખાતે લોકો ભેગા થઇ કડક સજાની માગ કરી છે.

ગૌ હત્યારાઓને DyCM હર્ષ સંઘવીની ચેતવણી

ગૌ માતાની હત્યા કરનારને છોડાશે નહીં તેવું નિવેદન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું સામે આવ્યું છે, ગૌ હત્યારાઓ ક્યાંય પણ છુપાયા હશે શોધી કાઢીશું અને આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવશે અને 2 ગૌ હત્યારાને આજીવન કેદની સજા પણ કરાઈ છે, અત્યાર સુધીમાં 22 હત્યારાઓને સજા થઈ ચૂકી છે અને ગૌ હત્યામાં સૌથી વધુ સજા ગુજરાત સરકારે અપાવી છે.

[[$alsoread]]


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના સુભાષબ્રિજની પ્રાથમિક 3D ડિઝાઇન તૈયાર, હયાત અને નવા બ્રિજને જોડી 8 લેન રોડ બનાવાશે


  • Follow us on: