હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે, 2 થી 4 જાન્યુઆરી ઠંડીનો ચમકારો રહેશે અને ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે બરફવર્ષા થશે, ઉત્તર ભારતમાં શીત લહેરથી ગુજરાતમાં ઠંડી વધશે અને 4 જાન્યુઆરી બાદ નબળો પશ્ચિમિ વિક્ષેપ આવશે અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહેશે.

જૂનાગઢ, રાજકોટ, મોરબીમાં ઠંડીનો ચમકારો રહેશે : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, કચ્છના નલિયામાં ઠંડા પવનો ફૂંકાશે અને નલિયામાં પારો 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે અને ઉત્તરાયણમાં પવન સાનુકુળ રહેશે અને સવારે 5 થી 6 કિમી પ્રતિ ઝડપે પવન ફૂંકાશે અને 18 થી 21 જાન્યુઆરીએ પશ્ચિમી વિક્ષેપ આવશે અને પશ્ચિમી વિક્ષેપ આવતા રાજ્યમાં હવામાન પલટાશે અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે અને 24 જાન્યુઆરીથી ઠંડીનો ચમકારો વધશે.

વાદળછાયું વાતાવરણ થતા ઠંડી ઘટશે : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડી ઘટી શકે છે અને 10 જાન્યુઆરીથી પવન ફૂંકાતા ઠંડી વધશે અને ઉત્તરાયણના બે દિવસ દરમિયાન પવન ફૂંકાશે. જાન્યુઆરીના પ્રથમ બે સપ્તાહમાં ઠંડી પડશે અને ઉ.ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 12 ડીગ્રી સુધી જશે અને નલિયામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે, ઉત્તરના પર્વતિય પ્રદેશોમાં હિમવર્ષાથી ઠંડી વધશે.

ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા સૂચના : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સૂચના ખેડૂતોને છે કે, ઘઉં, શાકભાજીના પાકોમાં ફૂગ આવવાની શક્યતા છે અને જીરાના પાકોમાં અસર થઈ શકે છે, ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી છે અને ભેજના કારણે રોગ આવવાની શક્યતા છે.

12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું કહેવું છે કે, 30 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે, નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટશે, 28 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે, આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શકયતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે.


આ પણ વાંચો : Valsad News : વલસાડના ઉમરગામમાં થયો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, ઘટનામાં કોઈ જાનહાની નહી