વલસાડના ઉમરગામમાં આવેલ ગોકુલધામમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની છે અને ગાંધીવાડી ગોકુલધામ વિસ્તારમાં ઘટના બની હોવાની વાત સામે આવી છે, ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી સર્જાઇ હતી અને રસોઈ બનાવતા હતા તે સમયે આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
ગેસ સિલિન્ડર બ્લાસ્ટના CCTV ફૂટેજ આવ્યા સામે
તો જે સમયે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો તે સમયે લોકો દોડીને ઘરની બહાર આવી ગયા હતા અને સમગ્ર ઘટનામાં ફાયર વિભાગ પણ સ્થળ પર પહોંચ્યું હતુ. લોકોએ ઘરની અંદર રહેલા લોકોને બહાર કાઢયા હતા અને મહત્વની વાત તો એ છે કે, ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ કોઈ આગ લાગી ન હતી એટલે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, ઘરમાં રહેલ ઘરવખરીને પણ મોટું નુકસાન થયું હોવાની વાત સામે આવી છે, ત્યારે આ કેસમાં પોલીસે પણ જાણવાજોગ નોંધી છે.













