વલસાડના મોગરવાડી વિસ્તારમાં રહેતા 60 વર્ષીય ભાવનાબેન પટેલ પોતાના પરિવાર સાથે અયોધ્યાના પ્રવાસે જવાના હતા. આ યાત્રા માટે તેઓ ખૂબ જ ઉત્સાહિત હતા અને મુસાફરી માટે જરૂરી નાસ્તો અને અન્ય વસ્તુઓની ખરીદી કરવા માટે વલસાડ શહેરના મધ્યમાં આવેલી એક જાણીતી ફરસાણની દુકાને પહોંચ્યા હતા.
ખરીદી કરતી વખતે જ ઢળી પડ્યા
દુકાનમાં જ્યારે તેઓ ચીજવસ્તુઓની પસંદગી કરી રહ્યા હતા, ત્યારે અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેઓ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા. અચાનક બનેલી આ ઘટનાથી દુકાનમાં હાજર લોકો અને પરિવારજનોમાં અફરાતફરી મચી ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ભાવનાબેન સેકન્ડોમાં જ ફસડાઈ પડ્યા હતા.













