રાજ્યમાં આંશિક રાહત બાદ ઠંડીનું જોર ફરી એક વાર વધી રહ્યું છે. હાલ ઘણા શહેરોમાં ઠંડીના ચમકારા સાથે પવનની ગતિમાં વધારો જોવા મળી રહ્યો છે. આવામાં લોકો ઠંડીના કારણે ઠુંઠવાઈ રહ્યા છે. ઠંડીની અસર જન જીવન પર પણ પડી રહી છે. ઠંડીનું જોર વધતા રોગચાળામાં વધારો થવાની શક્યતા છે. આવામાં હવામાન વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી છે.


નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર

રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. આજે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. જ્યાં રાજ્યું સૌથી નીચું તાપમાન 5 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ડીસામાં 8.4 ડિગ્રી અને અમરેલીમાં 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.




કયા કેટલું તાપમાન નોંધાયું?

  • રાજકોટ - 9.5 ડિગ્રી
  • ભુજ - 9.8 ડિગ્રી
  • ગાંધીનગર - 11 ડિગ્રી
  • દ્વારકા - 12.2 ડિગ્રી
  • અમદાવાદ - 12.5 ડિગ્રી
  • વડોદરા - 12.8 ડિગ્રી
  • ભાવનગર - 13.1 ડિગ્રી
  • સુરત - 14.2 ડિગ્રી
  • વેરાવળ - 14.3 ડિગ્રી


આ પણ વાંચો - Gandhinagar News : અંબાલાલ પટેલની મોટી આગાહી, ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની દસ્તક, ખેડૂતોની ચિંતામાં વધારો


  • Follow us on: