ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રાયપુર ગામ પાસે એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. રાયપુર કેનાલમાં ઝંપલાવીને એક યુવકે જીવન ટૂંકાવ્યું હોવાના સમાચારથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.


માનસિક ત્રાસથી કંટાળી ભર્યું અંતિમ પગલું

મળતી માહિતી મુજબ, આત્મહત્યા કરનાર વ્યક્તિનું નામ ભાવેશ પટેલ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે ભાવેશ પટેલને છેલ્લા કેટલાક સમયથી કેટલાક શખ્સો દ્વારા માનસિક રીતે હેરાન કરવામાં આવતા હતા. આ સતત થઈ રહેલા ત્રાસ અને સતામણીથી કંટાળીને આખરે તેમણે રાયપુર કેનાલમાં પડી આત્મહત્યા કરી હોવાનું મનાય છે.

મૃતદેહ શોધવા ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ ઓપરેશન

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને દહેગામ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. કેનાલના ઊંડા પાણીમાં ભાવેશ પટેલનો મૃતદેહ શોધવા માટે ફાયરની ટીમે ભારે કવાયત શરૂ કરી છે. મોડી સાંજ સુધી સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Rajkot: નિવૃત્ત શિક્ષક દંપતીને લૂંટનાર ગેંગનો પર્દાફાશ, યસ બેંકના સેલ્સ ઓફિસરે ખોલી આપ્યા હતા બોગસ ખાતા

  • Follow us on: