ગુજરાતમાં ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું બોર્ડનું પરિણામ જાહેર થયા બાદ હવે આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે ધોરણ 10નું 83.86 ટકા પરિણામ આવ્યું છે. જે ગત વર્ષે 83.08 ટકા હતું. આ વર્ષે ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100% પરિણામ સાથે મોખરે છે. જ્યારે દાહોદના મૂન ખેસલા કેન્દ્રનું સૌથી ઓછું 33.74 ટકા પરિણામ જાહેર થયું છે.
ગીર સોમનાથમાં ધો.10નું 82.34 ટકા પરિણામ
આ વર્ષના પરિણામમાં ગીર સોમનાથમાં ધોરણ 10નું 82.34 ટકા પરિણામ જાહેર થયું છે. ગત વર્ષની સરખામણીએ 1.13% પરિણામમાં વધારો થયો છે. 780 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.ખુશિયા ગીર કેન્દ્ર 98.64 ટકા સાથે જિલ્લામાં પ્રથમ સ્થાને છે. દેલવાડા કેન્દ્રમાં સૌથી ઓછું 51.04 ટકા પરિણામ જાહેર થયું છે. ઘાટવડ કેન્દ્રમાં 21.23 ટકા ઘટાડો છતાં 84.50 ટકા પરિણામ આવ્યું છે. પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
આ પણ વાંચોઃ Ahmedabad: પાંચ ફુટના અંતરે તાપમાનમાં તફાવત : શહેરના રસ્તાઓ 51 ડિગ્રીએ તપે છે ત્યારે વૃક્ષોની નીચે 15 ડિગ્રીની રાહત
