સોમનાથમાં સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી કરાશે અને 8 થી 11 જાન્યુઆરી સુધી કાર્યક્રમને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, સદભાવના ગ્રાઉન્ડમાં PM મોદીની જંગી જાહેરસભા કરશે અને 3500 પોલીસ જવાનો સાથે લોખંડી સુરક્ષા બંદોબસ્ત પણ રહેશે સાથે સાથે PM સોમનાથના ઇતિહાસમાં પહેલીવાર રોડ શો કરશે.
108 અશ્વો વચ્ચે PM મોદીની સ્વાભિમાન યાત્રા યોજાશે
10 જાન્યુઆરીની સાંજે PM મોદી સોમનાથ પહોંચશે અને સોમનાથ મંદિર ટ્રસ્ટ મંડળની મહત્વપૂર્ણ બેઠક યોજાશે અને સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટ પર મોટો નિર્ણય આવી શકે છે, સોમનાથ કોરિડોરની ડિઝાઈન ફાઈનલ થઈ શકે છે અને 11 જાન્યુઆરીએ વહેલી સવારે સોમનાથમાં કરશે દર્શન અને જળાભિષેક, ધ્વજાપૂજા અને સોમેશ્વર મહાપૂજા કરશે.
વર્ષ 2026એ સોમનાથ મંદિરના ઇતિહાસમાં ખૂબ મહત્વનું વર્ષ છે
ઐતિહાસિક ક્ષણ અને 1000 અશ્વનું પ્રદર્શન વર્ષ 2026એ સોમનાથ મંદિરના ઇતિહાસમાં ખૂબ મહત્વનું વર્ષ છે, કારણ કે સોમનાથ પર થયેલા આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ નિમિત્તે 8 થી 11 જાન્યુઆરી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને શૌર્યલક્ષી કાર્યક્રમો યોજાશે. આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ 1000 અશ્વોનું પ્રદર્શન છે, જે ભારતીય સંસ્કૃતિ અને વીરતાના પ્રતીક સમાન છે, જેને પ્રધાનમંત્રી નિહાળશે.
પીએમના આ પ્રવાસનું વિશેષ મહત્ત્વ ઈતિહાસ સાથે જોડાયેલું છે
ઈતિહાસ મુજબ, ઈ.સ. 1026માં મહમૂદ ગઝ્નવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું. વર્ષ 2026માં આ ઐતિહાસિક ઘટનાને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ નિમિત્તે સોમનાથ ખાતે એક અભૂતપૂર્વ કાર્યક્રમ યોજવાનું આયોજન છે, જેમાં રાજ્યભરમાંથી પોલીસ માઉન્ટેડ દળના 108 અશ્વોને એકત્ર કરવામાં આવશે. આ પ્રતીકાત્મક આયોજન દ્વારા સોમનાથના પુનરુદ્ધાર અને અસ્મિતાની ગાથા રજૂ કરવામાં આવી શકે છે.









