સોમનાથ સ્વાભિમાન પર્વમાં આયોજિત શૌર્ય સભામાં લોકોએ 'શાશ્વત અને અવિનાશી સોમનાથ', ' અખંડ ભારત -અંખડ સોમનાથ', ' શૌર્ય અને સાહસની ગાથા', 'સંકલ્પ અને સ્વાભિમાનની ગાથા', લોખંડી પુરુષની સંકલ્પ ગાથા' 'આસ્થા અમર છે' જેવા સંદેશ આપતા પ્લે કાર્ડ દર્શાવી ભારતીય અસ્મિતાના પ્રતિકરૂપ સોમનાથની ગાથાના ઉજાગર કરી હતી.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને આ પ્લે કાર્ડ ઊંચા કરી વધાવ્યા હતા

આ ઉપરાંત આધુનિક ભારતની નેમને ચરિતાર્થ કરતા 'વિકસિત ભારત - ૨૦૪૭', ' સર્વજન હિતાય- સર્વજન સુખાય', ' આત્મનિર્ભર યુવા અને આત્મનિર્ભર ભારત', ' મારી ધરતી - મારી પ્રોડક્ટ' સહિતના પ્લે કાર્ડ દ્વારા વડાપ્રધાનશ્રીના વિઝનને ઉજાગર કરતા આ પ્લે કાર્ડે દ્વારા પ્રેરક સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો. આ શૌર્યસભામાં ઉપસ્થિત લોકોએ પોતાના પ્રિય નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને આ પ્લે કાર્ડ ઊંચા કરી વધાવ્યા હતા.


આ પણ વાંચો : Bhuj News : ભુજ પાલિકાનો પાણીનો ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં, ભુજ વાસીઓને ફિલ્ટર કર્યા વગરનું પાણી વિતરણ કરાય છે


  • Follow us on: