યાત્રાધામ સોમનાથમાં આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે આલીશાન સરકારી સર્કિટ હાઉસ હવે ખાનગી કંપનીને સોંપી દેવામાં આવ્યું છે. અમદાવાદની “મેક વે” નામની કંપનીએ આ સર્કિટ હાઉસનું સંચાલન સંભાળતાની સાથે જ રૂમ ભાડામાં તોતિંગ વધારો ઝીંકી દીધો છે.

સરકારી સર્કિટ હાઉસ ખાનગી કંપનીને સોંપી દેવામાં આવ્યું

આ ભવ્ય સર્કિટ હાઉસના નિર્માણમાં અંદાજે ₹30.50 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકે, તેનો વાર્ષિક નિભાવ ખર્ચ ₹1.25 કરોડની સામે આવક ખૂબ જ ઓછી રહેતી હોવાનું સામે આવ્યું હતું. આ આર્થિક બોજને ઘટાડવા માટે સરકારે સોમનાથ, દ્વારકા અને અંબાજી જેવા મુખ્ય તીર્થધામોના અતિથિ ગૃહોને 10 વર્ષ માટે લીઝ પર આપવાનો નિર્ણય કર્યો છે. સોમનાથ સર્કિટ હાઉસ વાર્ષિક ₹80 લાખના ભાડા સાથે લીઝ પર અપાયું છે.

ભાડાના નવા દરો (તુલનાત્મક)

ખાનગીકરણ બાદ જે રૂમ અગાઉ ₹2800ની આસપાસ મળતા હતા, તેના ભાવ VVIP રૂમ ₹7100 (અગાઉ ₹2800 ની આસપાસ) VIP રૂમ ₹6200 ડિલક્સ રૂમ ₹4200 હવે લક્ઝરી હોટલ જેવા થઈ ગયા છે.

યાત્રિકોમાં રોષ

સરકારી પ્રોપર્ટીનું ખાનગીકરણ થવાથી સામાન્ય પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે સુવિધાઓ વધારવાના નામે મોંઘવારી થોપી દેવામાં આવી છે, જેના કારણે મધ્યમ વર્ગના લોકો માટે અહીં રહેવું હવે સ્વપ્ન સમાન બની જશે.

આ પણ વાંચો: Surat: અડાજણમાં 15 વર્ષીય કિશોરી પર લગ્નની લાલચ આપી દુષ્કર્મ, પોલીસે નરાધમની ધરપકડ કરી