શહેરના અડાજણ વિસ્તારમાં એક સગીરાને લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 15 વર્ષીય કિશોરી પર થયેલા આ અત્યાચાર મામલે પરિવારે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપીને દબોચી લીધો છે.
પ્રેમજાળમાં ફસાવી આચર્યું કૃત્ય
મળતી માહિતી મુજબ, આરોપીએ 15 વર્ષીય કિશોરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ સગીરાને લગ્ન કરી લેવાની ખોટી લાલચ અને વિશ્વાસ આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ બાબતની જાણ સગીરાના વાલીઓને થતા તેઓએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.
