છેલ્લા ઘણા સમયથી બંધ પડેલી દેલવાડા-જૂનાગઢ મીટર ગેજ ટ્રેન આજથી ફરી શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન શરૂ થતા જ દેલવાડા રેલવે સ્ટેશન ખાતે ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રામજનો અને સરપંચ પ્રતિનિધિઓ દ્વારા ટ્રેનને ફૂલહાર પહેરાવીને ઉમળકાભેર વધામણાં કરવામાં આવ્યા હતા.

મીટર ગેજ ટ્રેન આજથી ફરી શરૂ

નોંધનીય છે કે, આ ટ્રેન લાંબા સમયથી બંધ હોવાને કારણે દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સ સહિત ગીરગઢડાના હરમડીયા અને સનવાવ ગામના લોકો આંદોલન પર બેઠા હતા. લોકોની હાલાકીને ધ્યાને રાખી સાંસદ રાજેશ ચુડાસમા અને દેલવાડા સરપંચ પ્રતિનિધિ વિજય બાંભણિયાએ આંદોલનકારીઓની મુલાકાત લીધી હતી. તેમણે આંદોલનકારીઓને પારણાં કરાવી ટ્રેન જલ્દી શરૂ કરાવવાની ખાતરી આપી હતી, જે આજે પૂર્ણ થઈ છે.

32 ગામોને સીધો ફાયદો

આ ટ્રેન ફરી શરૂ થતાની સાથે જ વિસ્તારના આશરે ૩૨ જેટલા ગામોના લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જેમને અભ્યાસ અર્થે અવરજવર કરવામાં સરળતા રહેશે.રોજગારી માટે સસ્તા પરિવહનનો વિકલ્પ પાછો મળ્યો છે. સારવાર માટે જૂનાગઢ કે અન્ય શહેરોમાં જવામાં રાહત થશે.

આ પણ વાંચો:  Ahmedabad: QR કોડમાં છેડછાડ કરી ટ્રાવેલ્સ એજન્સીને ચૂનો લગાવનાર મહિલા ઝડપાઈ