ગીર સોમનાથમાં ભેળસેળયુક્ત બે વર્ષ જૂનો અખાદ્ય કેરીનો રસ ઝડપાયો છે. પોલીસે આશરે 16 હજાર લીટર જેટલો કેરીના રસનો જથ્થો સીઝ કર્યો છે. આ જથ્થો રૂચીલ એગ્રો ફૂડ પ્રોડક્ટ પ્લાન્ટમાંથી ઝડપાયો છે. આ જથ્થો ઝડપીને ફૂડ વિભાગને સોંપવામાં આવ્યો છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વોમાં પોલીસની કાર્યવાહી બાદ ફફડાટ ફેલાયો છે.

હડમતીયા ગીર ગામની સીમમાં રેડ કરી હતી

ગીર સોમનાથ એસઓજી પોલીસે રૂચીલ એગ્રો ફૂડ પ્રોડક્ટ પ્લાન્ટમાંથી બે વર્ષ જૂનો ભેળસેળયુક્ત કેરીના રસનો જથ્થો ઝડપી પાડ્યો છે. આશરે 16 હજાર લીટર જેટલો જથ્થો વેચાણ થાય તે પહેલા જ પોલીસે સીઝ કર્યો હતો. તલાલા તાલુકાના હડમતિયા ગીર ગામની સીમમાં આવેલા રૂચીલ એગ્રો પ્રોડેક્ટ પ્લાન્ટ પર પોલીસે રેડ કરી હતી. પોલીસે તપાસ કરતા ગોડાઉનમાંથી આ જથ્થો મળી આવ્યો હતો.

અખાદ્ય અને ભેળસેળયુક્ત જથ્થો ફૂડ વિભાગને સોંપાયો

લગ્નની સિઝનમાં વેચાણ માટે રાખેલો પડતર જથ્થો મળી આવ્યો છે. પોલીસે ફૂડ ઓફિસર સાથે રહીને સંયુક્ત કાર્યવાહી કરી હતી. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે કાર્યવાહી કરી હતી. અખાદ્ય અને ભેળસેળયુક્ત જથ્થો સેન્ટ્રલ ફૂડ સેફ્ટી વિભાગને સોંપવામાં આવ્યો છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વોમાં પોલીસની કાર્યવાહી બાદ ફફડાટ ફેલાયો છે.


આ પણ વાંચોઃ Tapi News : તાપીના સોનગઢમાં દીપડાએ ખેડૂત પર કર્યો હુમલો, લોકોએ બૂમાબૂમ કરતા દીપડો ભાગી છૂટ્યો