ગીરસોમનાથ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ કડક વલણ અખત્યાર કર્યું છે. જે અંતર્ગત સુત્રાપાડાના લાટી ગામમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર આઈજીની સ્ટ્રાઈકિંગ ફોર્સે ઓચિંતો દરોડો પાડી નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે.

ભારે માત્રામાં આથો અને દારૂ જપ્ત

પોલીસે લાટી ગામે પાડેલા દરોડા દરમિયાન સ્થળ પરથી 140 લીટર તૈયાર દેશી દારૂ અને આશરે 1900 લીટર દારૂ બનાવવાનો આથો ઝડપી પાડ્યો છે. આ સાથે જ ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂ. 1 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.

બે આરોપીની ધરપકડ, બે હજુ ફરાર

પોલીસની આ કાર્યવાહીમાં અલગ-અલગ બે સ્થળોએ રેડ કરવામાં આવી હતીલાટી ગામે દેશી દારૂની ભઠ્ઠી પરથી વિશાલ સોલંકી નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે કાનાભાઈ સોલંકી નામનો આરોપી ફરાર થઈ ગયો છે.: અન્ય એક સ્થળેથી અકરમ મલેક નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ કેસમાં સંડોવાયેલ રમેશ બારડ નામનો શખ્સ પોલીસને હાથ લાગ્યો નથી.

આ પણ વાંચો: Rajkot: ચૂંટણીના માહોલ વચ્ચે કલેક્ટરનું જાહેરનામું, એપ્રિલના ત્રણ દિવસોમાં દારૂના વેચાણ પર રહેશે સંપૂર્ણ પ્રતિબંધ