આગામી લોકશાહીના પર્વ એટલે કે ચૂંટણીને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવવા માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે એક મહત્વનું જાહેરનામું બહાર પાડીને શહેરમાં નિયત દિવસો માટે 'ડ્રાય ડે' જાહેર કર્યો છે.
શહેરમાં નિયત દિવસો માટે 'ડ્રાય ડે' જાહેર
કલેક્ટરના આદેશ અનુસાર, આગામી 25, 26 અને 28 એપ્રિલ દરમિયાન રાજકોટ જિલ્લામાં આવેલી તમામ વાઇન શોપ અને દારૂના વેચાણના અધિકૃત કેન્દ્રો સંપૂર્ણપણે બંધ રહેશે. મતદાન પ્રક્રિયા અને ત્યારબાદની મતગણતરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
