ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે આવતીકાલથી NCCF (નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. પિખોર સેવા સહકારી મંડળી દ્વારા આ ખરીદી પ્રક્રિયાને ખેડૂતો માટે વધુ સરળ અને સુવિધાજનક બનાવવામાં આવી છે.
ખેડૂતો માટે વિશેષ સુવિધાઓ
જે ખેડૂતોએ અગાઉ નોંધણી કરાવી નથી, તેઓ પણ 7/12 અને આધારકાર્ડ જેવા જરૂરી પુરાવા સાથે સ્થળ પર આવીને નોંધણી કરાવી શકશે. તુવેર વેચ્યાના માત્ર 5 થી 6 દિવસમાં જ ખેડૂતોના બેંક ખાતામાં સીધી ચુકવણી (DBT) કરવામાં આવશે. હાલમાં વિઘા દીઠ 10 મણ તુવેર ખરીદવામાં આવશે, અને એક દિવસમાં 40 ખાંડી સુધી તોલ કરવાની ક્ષમતા રાખવામાં આવી છે.










