ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે સોમનાથના અત્યંત વ્યસ્ત ગણાતા વિસ્તારમાં એક બેફામ રિક્ષાચાલકે રાહદારી મહિલાને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. શિવ પોલીસ ચોકીની બિલકુલ સામે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બેફામ રીક્ષાચાલક અકસ્માત સર્જીને ફરાર થયો
એક મહિલા માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા રિક્ષાચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે મહિલા રસ્તા પર ફંગોળાઈ ગઈ હતી અને તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ રિક્ષાચાલક માનવતા નેવે મૂકીને મદદ કરવાને બદલે રિક્ષા લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.













