ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે પંચમહાલના મુખ્ય મથક ગોધરામાં પતંગબાજીનો માહોલ જામી રહ્યો છે. શહેરના જાણીતા લાલબાગ પતંગ બજારમાં પતંગ અને ફિરકીની ખરીદી માટે પતંગ રસિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ વખતે બજારમાં પતંગોની નવી વેરાયટીઓ સાથે જાગૃતિનો સંદેશ પણ જોવા મળી રહ્યો છે.

વેપારીઓ અને ગ્રાહકોનો સ્તુત્ય નિર્ણય

ગોધરાના વેપારીઓએ અને પતંગ રસિકોએ આ વખતે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ચાઈનીઝ દોરીના કારણે થતા અકસ્માતો અટકાવવા માટે વેપારીઓએ સ્વેચ્છાએ ચાઈનીઝ દોરી ન વેચવાની જાહેરાત કરી છે, તો બીજી તરફ ગ્રાહકોએ પણ દેશી માંજાનો જ આગ્રહ રાખ્યો છે. આ જાગૃતિને પરિણામે બજારમાં પરંપરાગત સુતરાઉ દોરી અને સુરતી માંજાની માંગમાં મોટો ઉછાળો આવ્યો છે.

કાર્ટૂન અને સોશિયલ મીડિયા પતંગોનું આકર્ષણ

બજારમાં આ વર્ષે પતંગોમાં પણ નવું કલેક્શન જોવા મળી રહ્યું છે, બાળકો માટે લોકપ્રિય કાર્ટૂન પાત્રો વાળી પતંગો. ઈન્સ્ટાગ્રામ, ફેસબુક જેવી થીમ પર બનેલી આકર્ષક પતંગો. કાચના પાયા ચડાવેલી મજબૂત દેશી દોરી તૈયાર કરાવવા માટે કારીગરો પાસે લાંબી કતારો જોવા મળી રહી છે.

આ પણ વાંચો:વાયરલ વીડિયોના આધારે પોલીસની કાર્યવાહી, ટ્રેક્ટર-ટ્રોલી સાથે જોખમી સ્ટંટ કરનાર યુવક ઝડપાયો