ગોધરા-વડોદરા હાઇવે પર ફરી એકવાર રકત રંજીત અકસ્માતની ઘટના સામે આવી છે. વેજલપુર પાસે આવેલી ખરસાલીયા ચોકડી પર આજે એક પૂરપાટ ઝડપે આવતી ટ્રક અને ઇકો કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર બેથી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.


 ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત 

મળતી માહિતી મુજબ, ખરસાલીયા ચોકડી પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. અકસ્માત બાદ બેકાબૂ બનેલી ટ્રક રોડ સાઈડમાં આવેલી એક બંધ દુકાનમાં ઘૂસી ગઈ હતી. સદનસીબે દુકાન બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.

ટ્રાફિક જામ અને બચાવ કામગીરી

અકસ્માતને પગલે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક લોકોએ એમ્બ્યુલન્સને જાણ કરતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો: Ahmedabad News: યુનેસ્કોની ટીમ ચાર દિવસની મુલાકાત દરમિયાન વર્લ્ડ હેરિટેજ સિટીના દરજ્જાની સમીક્ષા કરશે


  • Follow us on: