ગોંડલમાં મોવિયા-શિવરાજગઢ રોડ પર એક ગંભીર દુર્ઘટના સામે આવી છે, જેમાં 24 વર્ષીય લક્ષ્મીબેન સુનિલભાઈ ભાભોરનું અચાનક કૂવામાં પડી જવાથી મોત નિપજ્યું છે. આ ઘટના એટલી કરુણ છે કે લક્ષ્મીબેન 8 માસની ગર્ભવતી હતી અને આ ઘટનામાં બાળકનું પણ માતાનો કોખમાં જ મોત થયું છે.
શ્રમિક પરિવાર છેલ્લાં 8 વર્ષથી ગોંડલમાં રહીને જીવન ગુજારતો
મળ મધ્યપ્રદેશનો આ શ્રમિક પરિવાર છેલ્લાં 8 વર્ષથી ગોંડલમાં રહીને જીવન ગુજારતો હતો. લક્ષ્મીબેનના પતિ સુનિલભાઈ સહિત પરિવાર આજે શોકમાં છે. લક્ષ્મીબેનના સંતાનમાં બે નાની દીકરીઓ છે, જેમણે આ દુઃખદ બનાવ પછી આજે તેમની માતાની છત્રછાયા ગુમાવી છે













