મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવી રહી છે. આ અંતર્ગત રાજ્યના શહેરી વિસ્તારોમાં જળ વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવી ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે એક રોલ મોડેલ તરીકે સ્થાપિત કરવાની નેમ છે. આ વર્ષ દરમિયાન રાજ્યના જળ સંસાધનોમાં 92.97 MLD અને ટ્રાન્સમિશન નેટવર્કમાં 528.35 કિમીનો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.


મિશન ડેઇલી વૉટર સપ્લાય કરાયું લાગુ

રાજ્યના દરેક નાગરિકને રોજિંદા ધોરણે સલામત અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે સરકાર ‘મિશન ડેઇલી વોટર સપ્લાય’ પર ભાર મૂકી રહી છે. હાલમાં ગુજરાતના 103 શહેરોમાં દૈનિક ધોરણે પાણી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. બાકીના શહેરો પૈકી 30 શહેરોમાં વિવિધ યોજનાઓ હેઠળ કામગીરી તેજ ગતિએ પ્રગતિમાં છે, જ્યારે અન્ય 32 સ્થાનિક સંસ્થાઓમાં પણ દરરોજ પાણી આપવા માટે આયોજનબદ્ધ આર્થિક અને ટેકનિકલ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

ટેકનોલોજીનો ઉપયોગ આ રીતે કરાય છે

SCADA સિસ્ટમ પાણીના વિતરણને પારદર્શક અને કાર્યક્ષમ બનાવવા માટે મહાનગરોમાં અત્યાધુનિક SCADA (સ્કાડા) સિસ્ટમ કાર્યરત છે. આ ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમની વિશેષતાઓમાં લીક ડિટેક્શન: પાઈપલાઈનમાં થતા ભંગાણની ત્વરિત જાણકારી, સમાન વિતરણ: દરેક વિસ્તારમાં સમાન દબાણ સાથે પાણીની પહોંચ, NRW ઘટાડો: પાણીના બિનજરૂરી બગાડ અને નુકસાન (Non-Revenue Water) માં ઘટાડો.

રિયલ-ટાઇમ મોનિટરિંગ: પમ્પિંગ સ્ટેશન અને વાલ્વની સ્થિતિ પર સતત દેખરેખ.

નાગરિકોને લાભ: દરરોજ પાણી મળવાને કારણે નાગરિકોને હવે લાંબા સમય સુધી પાણીનો સંગ્રહ કરવાની જરૂર નહીં રહે, જેનાથી અન્ય જળ સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટશે. આ સુધારેલી વ્યવસ્થા શહેરીજનોના ઇઝ ઓફ લિવિંગમાં મોટો વધારો કરશે અને રાજ્યના સુગઠિત વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે.

આ પણ વાંચોઃAhmedabad માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની તારીખમાં ફેરફાર, PM ના હસ્તે ખુલ્લો મુકાશે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ


  • Follow us on: