મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ખેત મજૂરી કરતા એક માત્ર 18 વર્ષના યુવાને પ્રેમ પ્રકરણમાં નિરાશ થઈને ઝેરી દવા ગટગટાવી લેતા તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રેમ પ્રકરણમાં ભર્યું અંતિમ પગલું
મળતી વિગતો અનુસાર, સાપકડા ગામની સીમમાં ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા રાજેશ બારીયા (ઉંમર 18 વર્ષ) નામના યુવાને અચાનક ખેતરમાં વપરાતી ઝેરી દવા પી લીધી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, પ્રેમ પ્રકરણના કારણે માનસિક તણાવમાં આવી જઈ રાજેશએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.










