ગુજરાત અને રાજસ્થાનના વિવિધ શહેરોમાં બાઈક ચોરી કરી આતંક મચાવનાર ગેંગને સાબરકાંઠા LCBએ હિંમતનગરના ગામડી હાઈવે પરથી દબોચી લીધી છે. પોલીસે આરોપીઓ પાસેથી લાખોની કિંમતના ચોરાયેલા બાઈક જપ્ત કરી કુલ 9 થી વધુ પોલીસ સ્ટેશનના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.


વોચ ગોઠવીને કરવામાં આવી ધરપકડ

LCBની ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાનનો એક રીઢો ગુનેગાર ઈડર વિસ્તારમાંથી ચોરેલું બાઈક લઈ તેના અન્ય સાગરીતો સાથે હિંમતનગર તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ગામડીની સીમમાં વ્યૂહાત્મક વોચ ગોઠવી હતી. પેટ્રોલિંગ દરમિયાન બે મોટરસાયકલ પર સવાર પાંચ શખ્સોને અટકાવી પૂછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા અને વાહનના કાગળો પણ રજૂ કરી શક્યા ન હતા.

કડક પૂછપરછમાં ચોંકાવનારી કબૂલાત

પોલીસે જ્યારે કડક હાથે પૂછપરછ શરૂ કરી ત્યારે આ શખ્સોએ છેલ્લા એક વર્ષમાં ગુજરાત અને રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી 10 બાઈકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ₹6.60 લાખની કિંમતના 10 ચોરાયેલા બાઈક કબજે કર્યા છે. આ બાઈક હિંમતનગર, ઈડર, ગોધરા, ભિલોડા, ડભોડા, અમદાવાદ (કૃષ્ણનગર) અને ઉદયપુર જેવા વિસ્તારોમાંથી ચોરવામાં આવ્યા હતા.

ઝડપાયેલા અને ફરાર આરોપીઓની યાદી

રાકેશ ઉર્ફે શાતીર ધનજીભાઈ ખરાડી (સૂત્રધાર, ઉદેપુર).અનનલકુમાર પ્રભુલાલ કટારા (જી.સલુમ્બર).અજીત પ્રકાશજી અહારી (જી.સલુમ્બર).ગણેશ બાબુલાલ કટારા (જી.સલુમ્બર).સુરેશકુમાર મિંગળાજી ખરાડી (જી.ઉદેપુર)  પોલીસ તપાસમાં લાલુરામ ઉર્ફે લલિત ખરાડી, જયંતિ ઉર્ફે જીતુ ખરાડી, શિવારામ ડામોર અને રણજીત ખરાડીના નામ ખુલ્યા છે, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: વઢવાણના ગુનામાં નાસતા-ફરતા બે રીઢા આરોપીઓ હોટલ પાસેથી ઝડપાયા


  • Follow us on: