સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં જેમના નામની ગુંજ સેવાના કાર્યોથી સંભળાતી હતી, તેવા પદ્મશ્રી એવોર્ડ વિજેતા સુરેશભાઈ ઠક્કરનું આજે હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનથી સેવા જગતમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
નિસ્વાર્થ સેવાનું જીવન
સુરેશભાઈ ઠક્કરે પોતાનું સંપૂર્ણ જીવન કુષ્ઠરોગીઓ અને સમાજના જરૂરિયાતમંદ લોકો માટે સમર્પિત કરી દીધું હતું. 'સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ'ના માધ્યમથી તેમણે હજારો દર્દીઓની સેવા કરી તેમને નવું જીવન આપ્યું હતું. વર્ષો સુધી ચાલેલી તેમની આ અવિરત સેવાને ધ્યાને રાખીને જ ભારત સરકાર દ્વારા વર્ષ 2025માં તેમને 'પદ્મશ્રી' એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.










