સાબરકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા પોશીનામાં નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. પોશીના પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક વેગનઆર કારને આંતરી તેમાંથી 3.112 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે વલસાડી ગામના એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન ચેકિંગમાં ઝડપાયો નશીલો પદાર્થ

મળતી વિગત મુજબ, પોશીના પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશનની નજીક જ ચુસ્ત વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં નીકળેલી એક વેગનઆર કારને રોકવામાં આવી હતી. પોલીસે જ્યારે કારની તલાશી લીધી ત્યારે તેમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે આ મામલે કાર ચાલક (રહે. વલસાડી) ની સ્થળ પર જ ધરપકડ કરી લીધી છે. આરોપી વિરુદ્ધ NDPS એક્ટ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Jamnagar: LCB પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો, 2.54 લાખના મુદ્દામાલ સાથે રીઢો તસ્કર ઝડપાયો