શહેરના કામદાર કોલોની વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે 20 વર્ષીય શખ્સને ઝડપી પાડી, તેની પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ અને બાઇક સહિત કુલ ₹2,54,160 નો મુદ્દામાલ રિકવર કર્યો છે.
બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું
થોડા સમય પૂર્વે જામનગરની કામદાર કોલોની શેરી નંબર-૩ માં રહેતા હીરેનભાઈ કૌશિકભાઈ સોનીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો મકાનના તાળા તોડી અંદરથી સોના-ચાંદીના કિંમતી ઘરેણાં અને રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતા LCB ની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
