હિંમતનગર પાસે આવેલા અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઇવે 48 પર આજે એક ગંભીર આગની ઘટના બની હતી. હિંમતનગરની સિવિલ ચોકડી પાસે આવેલી ઓવરબ્રિજ પર એક ચાલતી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી.


હાઇવે પર ટ્રાફિક થંભી ગયો

બ્રિજ પર કારમાં આગ લાગવાની ઘટનાને પગલે સુરક્ષાના કારણોસર હાઇવે પરનો એક તરફનો વાહન વ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને દૂર-દૂર સુધી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

ફાયર વિભાગ પહોંચે તે પહેલાં સર્વનાશ

ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી, પરંતુ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચે તે પૂર્વે જ આગ એટલી તીવ્ર હતી કે આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, કારમાં સવાર મુસાફરો સમયસર બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી છે.

આ પણ વાંચો: Dahod: વર્લ્ડ કપમાં ભારતનો વિજય, દાહોદમાં ક્રિકેટ ચાહકોનો ભારે ઉત્સાહ, મોડી રાત સુધી જશ્નનો માહોલ


  • Follow us on: