સાબરકાંઠા જિલ્લાના પોશીના-હડાદ માર્ગ પર ફરી એકવાર કાળમુખી સ્પીડે એક નિર્દોષનો જીવ લીધો છે. માર્ગ પર આવેલા કાળીદેવી ગામ પાસે પડાપાટ નજીક એક ઇકો વાન અને મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થતા અરેરાટી વ્યાપી ગઈ છે. પડાપાટ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી ઇકો ગાડીએ બાઇકને અડફેટે લીધી હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે બાઇક સવાર એક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.


પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

અકસ્માતને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકના સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલમાં ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારમાં માતમ છવાયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: