હિંમતનગર શહેરના સહકારી જીન વિસ્તારમાં રાત્રિ દરમિયાન તસ્કરોનો આતંક જોવા મળ્યો છે. અહીંની અનંત વિહાર સોસાયટીમાં ચોરોએ એક બંધ મકાનને નિશાન બનાવી ચોરીના વિચિત્ર અને હિંમતભર્યા બનાવને અંજામ આપ્યો હતો.
દોરડાની મદદથી ઘૂસ્યા, દરવાજો બહારથી બંધ કર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત મોડી રાત્રે બે તસ્કરો અનંત વિહાર સોસાયટીમાં ત્રાટક્યા હતા. ચોરીની ઘટનાના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. ચોરોએ ચોરી કરવા માટે અનોખી યુક્તિ અપનાવી હતી. તેઓએ એક મકાનમાંથી દોરડા (રસ્સી) દ્વારા લટકીને બીજા રહેણાંક મકાનમાં પ્રવેશ કર્યો હતો.સૌથી ચોંકાવનારી વાત એ છે કે, તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યા બાદ મકાન માલિકોને અંદર પૂરીને બહારથી દરવાજો બંધ કરી દીધો હતો, જેથી તેઓ બહાર ન આવી શકે.










