તલોદ-હિંમતનગર સ્ટેટ હાઈવે પર મેકિનો ફેક્ટરી પાસે આજે એક લોહીલુહાણ અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ગતિએ આવતી કારે બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર બંને વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે.
તલોદ-હિંમતનગર સ્ટેટ હાઈવે પર અકસ્માત
મળતી વિગતો અનુસાર, તલોદના છત્રીસા ગામથી હિંમતનગરના મેડીટીંબા તરફ એક બાઈક પર બે વ્યક્તિઓ સવાર થઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન મેકિનો ફેક્ટરીની સામેથી પસાર થતી વખતે એક પૂરપાટ ઝડપે આવતી કારે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈક સવાર બંને ફંગોળાઈને રોડ પર પટકાયા હતા અને ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ દમ તોડ્યો હતો.
